હે માનવ જાત આ તે જુઓ આપડે
ગામ ભૂલી ને શહેર માં વસી ગયા.
સડક ભૂલી ને રોડે ચડી ગયા.
ઓરડો ભૂલી ને બેડરૂમ માં ઊંઘી ગયા.
નિરોગી મટી ને રોગી બની ગયા.
ટક નું રળી ને ટકે ખાય લેનારા મોજ ખોઈ ને આજે લાખો કમાવવા માટે આવી ગયા .
લાખો કમાતા તો થયા પણ મોજ ખોઈ ગયા.
સો વરસ નું આયું મૂકી ને સીતેર પણ માંડ માંડ જીવવા આવી ગયા.
વેલે થી તોડી ને આવતી શાક ભાજી મૂકી ને માર્કેટ માં કાટે તોલતી અને દમ તોડતી ભાજી ખરીદતા થઈ ગયા.
ચૂલા નો ધુમાડો ફુક્તા ફૂકતા વાહનો નો ધુમાડા માં ફૂકાતા થઈ ગયા.
દેસી ઘી ને દૂધ ખાતા ખાતા કેમિકલ યુક્ત ખરેખર તો કેન્સર યુક્ત દૂધ પીતા થઈ ગયા.
મહેનત મૂકી ને જીમ માં મહેનત કરતા થઈ ગયા.
ગાય ભેંસ મૂકી ને કૂતરા પાળતા થઈ ગયા.
રૂબરૂ એક બીજા ના ઘરે ખબર અંતર કાઢવા ને બદલે ફોન પર ખબર કાઢતા થઈ ગયા.
કુવા નું પાણી મૂકી ને ફિલ્ટર નું પાણી પીતા થઈ ગયા
અરે એ તો ઠીક પણ કુવા નો ધુબકો મૂકી ને સ્વિમિંગ પુલ માં કૂદતાં થઈ ગયા.
કુવા નું મશીન મૂકી ને એમ્બ્રોડરી જેવા મશીન ચલાવતા થઈ ગયા.
ખેતર માંથી સીધા મરચા ધાણા તોડી ને ભજીયા ખાતા એ મૂકી ને ડુમસ અકબરી માં ભજીયા ખાતા થઈ ગયા
કુદરતી ઠંડક મૂકી ને કુત્રિમ એસી ની ઠંડક માં સૂતા થઈ ગયા .
વિશાળ મેદાન મૂકી ને નાનકડા સોસાઈટીના ગાર્ડન માં ફરતાં થઈ ગયા .
આભ સામે જોઈ ને સૂતા હતા અને આજે ઉપર સિમેન્ટ કપચી ના સ્લેબ સામે જોતા થઈ ગયા.
#લી_હરેશ_સુરાણી